નંદશંકર તુળજાશંકર મહેતા - All About Nandshankar Mehta Wiki

*નંદશંકર મહેતા* :black_small_square:
:pushpin: *ગુજરાતી ભાષાના પ્રથમ નવલકથાકાર*

:bookmark:નંદશંકર તુળજાશંકર મહેતા (૨૧ એપ્રિલ, ૧૮૩૫ - ૧૭ જુલાઇ, ૧૯૦૫) ગુજરાતી ભાષાના લેખક હતા. તેઓ તેમની નવલકથા કરણ ઘેલો માટે પ્રખ્યાત છે, જે ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કહેવાય છે.

:bookmark:નંદશંકર મહેતાનો જન્મ ૨૧ એપ્રિલ ૧૮૩૫ના રોજ ગંગાલક્ષ્મી અને તુળજાશંકરને ત્યાં નાગર બ્રાહ્મણ કુટુંબમાં સુરત ખાતે થયો હતો. ૧૦ વર્ષની વયે તેમણે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસની શરુઆત કરી હતી. ૧૮૫૫માં નંદગૌરી સાથે લગ્ન બાદ તેઓ એ જ શાળામાં સહાયક શિક્ષક તરીકે જોડાયા.

:bookmark:૧૮૫૮માં શાળામાં મુખ્યશિક્ષક તરીકે નિમાયા અને પછીથી સુરતમાં ટીચર્સ ટ્રેઇનિંગ કોલેજમાં પ્રિન્સીપાલ પદે નિમાયા, જે પદ તેમણે ૧૮૬૭ સુધી સંભાળ્યું. તેમની કુશળતા જોઇને સરકારના પાઠ્યપુસ્તક મંડળના સભ્ય સર થિયોડોર હોપ નામના અંગ્રેજે તેમને સનદી સેવામાં જોડાવા સમજાવ્યા અને તેઓ અંકલેશ્વર ખાતે મામલતદાર તરીકે જોડાયા. ૧૮૮૦માં તેઓ કચ્છના દિવાનપદે રહ્યા અને ૧૮૮૩માં ગોધરામાં સહાયક પોલિટિકલ એજન્ટ તરીકે તેમની નિમણૂક થઇ. *૧૮૭૭માં તેમને સૌથી નાની વયે રાય બહાદુરનો ખિતાબ મળ્યો.*

નંદશંકર તુળજાશંકર મહેતા - Nandshankar Mehta


:bookmark:તેઓ સામાજીક અને ધાર્મિક સુધારાવાદી હતા. તેઓ સ્ત્રી શિક્ષણ, વિધવા વિવાહ, પરદેશ જવા પર પ્રતિબંધ મૂકતી પ્રથાની નાબૂદી, અસ્પૃશ્યતાનો વિરોધ, અંધવિશ્વાસ દૂર કરવો વગેરે પર કામ કરતી ઘણી સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેઓ અને અન્ય સુધારાવાદી જેવા કે દુર્ગારામ મહેતા, દલપતરામ અને અન્ય બે સહકાર્યકરોએ માનવ ધર્મ સભાની સ્થાપના કરી હતી જે સામાજીક અને ધાર્મિક સુધારાઓ પર કામ કરતી હતી. તેઓ બુદ્ધિવર્ધક સભાના પણ સભ્ય હતા, જેની સ્થાપના મુંબઈમાં ૧૮૫૧માં થઇ હતી.

:bookmark:૧૮૯૦માં નિવૃત્તિ પછી તેમણે ઘણી સંસ્થાઓ સાથે કામ કર્યું. ૧૭ જુલાઇ ૧૯૦૫ના રોજ સુરતમાં તેમનું અવસાન થયું

:bookmark:તેમણે ૧૮૬૩માં કરણ ઘેલો લખવાની શરુઆત કરી *( પાત્રો::heavy_minus_sign:કરણદેવ, ગુણ સુંદરી,કેશવ,માધવ મંત્રી,રૂપસુંદરી)* અને ૧૮૬૬માં પ્રકાશિત કરી. આ નવલકથા ગુજરાતના વાઘેલા વંશના છેલ્લા રાજા કર્ણદેવ બીજાનું (c. ૧૨૯૭-૧૩૦૪) જીવનચરિત્ર ધરાવે છે જેની અલ્લાઉદ્દિન ખીલજીની તુર્કીશ ફોજ સામે ૧૨૯૮માં હાર થઇ હતી.

Comments

Popular posts from this blog

Gujarat Ni Asmita By Rajni Vyas Book PDF Download

GPSC Police Inspector (PI) Exam Paper Solutions 2017

How to Apply for Passport Application